કયુ કમ્પ્યૂટર ખરીદવું જોઈએ? 32 બિટ કે 64 બિટ?


       Image result for कंप्यूटर ट्रिक
    તમે નવું ક્મ્યુતર ખરીદવાનું વિચારો છો ? તો આ સામાન્ય બાબત જરૂર જણાવી જોઈએ
  ઘણી વાર એવું થાય છે કે કોઈ ચોક્કસ સોફ્ટવેર તમારી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ નથી કરતું અને મેસેજ આવે છે કે આ સોફ્ટવેર ૩૨ બિટનું છે અને તમારી ૬૪ બિટ ઓપરેટિંગ સિસ્ટમમાં નહીં ચાલી શકે.

       કમ્પ્યૂટર ખરીદતી વખતે મોટાભાગના લોકો હાર્ડ ડિસ્ક, મોનિટર તથા રેમ જેવી પ્રાથમિક બાબતો તો ચકાસે છે પરંતુ પ્રોસેસર કેટલાં બિટનું છે તેની ચકાસણી નથી કરતાં. ૩૨ અને ૬૪ બિટ વચ્ચેનો તફાવત કમ્પ્યૂટરના પ્રોસેસરની કામગીરી સાથે સંકળાયેલો છે. જે તેની કાર્યક્ષમતા પર અસર કરવાની સાથે સાથે જ કમ્પ્યૂટરમાં કયા સોફ્ટવેરનો ઉપયોગ કરી શકાશે તે પણ નક્કી કરે છે.
        કમ્પ્યૂટરમાં થનારી તમામ ગણતરીઓ અને પ્રક્રિયાઓ માઈક્રોપ્રોસેસર દ્વારા પાર પાડવામાં આવે છે જેને પ્રોસેસર અથવા તો ચિપ પણ કહે છે. આ એક પ્રકારનું ચોરસ હાર્ડવેર કમ્પોનન્ટ છે, જે કમ્પ્યૂટરના સીપીયુની અંદર મધરબોર્ડમાં હોય છે. કોઈપણ પ્રોસેસિંગ માટે તે ડેટા રિસીવ (ઈનપુટ) કરી પ્રોસેસિંગ બાદ ડેટા પૂરો(આઉટપૂટ) પાડે છે. આ કમ્પોનન્ટ એક સાથે કેટલો ડેટા રિસીવ કરી તેનું પ્રોસેસિંગ કરી શકે છે તેની પર કમ્પ્યૂટરની ક્ષમતા નિર્ભર કરે છે. 
   
         
સામાન્ય રીતે ૬૪ બિટ કમ્પ્યૂટર ૩૨ બિટના કમ્પ્યૂટરની સરખામણી એ સસ્તાં હોય છે. જેને કારણે મર્યાદિત બજેટ ધરાવતા લોકો ૬૪ બિટના કમ્પ્યૂટર પર પસંદગી ઉતારે છે. જોકે મજબૂરીમાં કરાયેલો તેમનો આ નિર્ણય ખરેખર તો એકદમ યથાર્થ છે કારણકે ૩૨ બિટની સરખામણીએ ૬૪ બિટ કમ્પ્યૂટર વધુ આધુનિક, કાર્યક્ષમ તથા ઝડપી છે. નવું કમ્પ્યૂટર ખરીદ્યા પછી ઘણીવાર તમારા જૂના સોફ્ટવેર તેમાં કામ નથી આપતા. ૩૨ બિટના કમ્પ્યૂટર ધરાવતા લોકો જો ૬૪ બિટ સોફ્ટવેર રન કરવાનો પ્રયત્ન કરે તો તેમને પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. મોટાભાગના ૩૨ બિટ સોફ્ટવેર ૬૪ બિટ કમ્પ્યૂટરમાં ચાલી જાય છે પરંતુ ૬૪ બિટના સોફ્ટવેર ૩૨ બિટના કમ્પ્યૂટર કે ઓપરેટિંગ સિસ્ટમમાં કામ નથી આપતાં.

      નવું કમ્પ્યૂટર લેતી વખતે ૬૪ બિટનો વિકલ્પ જ પસંદ કરવો જોઈએ. તેમાં તમારા મોટાભાગના જૂના સોફ્ટવેર ચાલશે અને ભવિષ્યમાં આવનારા તમામ સોફ્ટવેર એવા જ હશે કે જે માત્ર ૬૪ બિટ કમ્પ્યૂટર પર જ ચાલશે.

તમારી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે?  


તમારી ઓપરેટિંગ સિસ્ટમ ૩૨ બિટની છે કે ૬૪ બિટની તે જાણવું હોય તો કન્ટ્રોલ પેનલમાં જઈને સિસ્ટમ પર ક્લિક કરો. અહીં તમારા કમ્પ્યૂટરની વિગતો જોવા મળશે, જેમાં તમને કમ્પ્યૂટર ૩૨ બિટ કે ૬૪ બિટ આધારિત છે તે જાણવા મળશે. 

પ્રોસેસિંગનો તફાવત 


        ૩૨ બિટ કમ્પ્યૂટરનું માઈક્રોપ્રોસેસર એક સાથે ૩૨ બિટ ડેટા ગ્રહણ કરી શકે છે, જ્યારે ૬૪ બિટ કમ્પ્યૂટરનું માઈક્રોપ્રોસેસર તેનાથી બમણાં ડેટા ગ્રહણ કરી શકે છે. આમ તે બમણી ઝડપે કામ કરે છે. ૬૪ બિટ કમ્પ્યૂટરમાં મલ્ટિ કોર પ્રોસેસર પણ ઉપલબ્ધ છે, જેમ કે ડ્યુઅલ કોર, ક્વાડ કોર, ઓક્ટા કોર વગેરે. તેનો અર્થ એ છે કે એક જ ચિપ પર અનેક માઈક્રોપ્રોસેસર એક સાથે લગાવેલા હોય છે. ડ્યુઅલ કોર એટલે બે માઈક્રોપ્રોસેસર તથા ક્વાડ કોરનો અર્થ ચાર કોર અથવા માઈક્રોપ્રોસેસર્સ. 

સોફ્ટવેરમાં તફાવત 


મોટાભાગની ઓપરેટિંગ સિસ્ટમ્સ પણ હવે ૩૨ બિટમાંથી ૬૪ બિટ તરફ આગળ વધી રહી છે. જેને પરિણામે હવે સોફ્ટવેર પણ ૬૪ બિટના આર્કિટેક્ચરને અનુરૂપ વિકસિત થઈ રહ્યાં છે. આવા સોફ્ટવેર વધુ રેમનો ઉપયોગ કરવા સક્ષમ હોઈ તે ઝડપી રિસ્પોન્ડ કરે છે.

રેમનો ફરક 

હાર્ડેવર, સોફ્ટવેર તથા ઓપરેટિંગ સિસ્ટમ અનેક પ્રકારના ડેટાનો ઉપયોગ કરે છે. આ ડેટાને પ્રોસેસિંગ પહેલા અને પછી કોઈ જગ્યાએ કામચલાઉ ધોરણે રાખવાની જરૂર પડે છે. આ માટે ઝડપી સ્ટોરેજ માધ્યમ આવશ્યક છે. જે માટે રેમની જરૂર પડે છે. રેમ જેટલી વધારે હશે કામચલાઉ ડેટાને સ્ટોર કરવાની કામગીરી એટલી જ ઝડપી બનશે. રેમ ઓછી હશે તો કમ્પ્યૂટરની ઝડપ ઘટી જશે. 

          ૩૨ બિટ કમ્પ્યૂટરમાં માત્ર ૪ જીબી સુધીની રેમ ઈન્સ્ટોલ કરી શકાય છે. ૩૨ બિટના સોફ્ટવેર દ્વારા ઉપયોગમાં લેવાતી રેમ તેનાથી પણ ઓછી એટલે કે ૩.૨ જીબી હોય છે. આવા કમ્પ્યૂટરમાં ૪ જીબીથી વધુ રેમ ઈન્સ્ટોલ નથી કરી શકાતી. જ્યારે ૬૪ બિટ કમ્પ્યૂટરમાં રેમની મહત્તમ કેપેસિટી અમર્યાદિત રહે છે. તેને કારણે વિડીયો એડિટિંગ, એનિમેશન, ૩ડી ગ્રાફિક્સ જેવા સોફ્ટવેરો કે જેમાં મોટી સંખ્યામાં ડેટા બનવાની અને પ્રોસેસ થવાની કામગીરી થાય છે તેમાં ૬૪ બિટ કમ્પ્યૂટરનો ઉપયોગ થાય છે. તે માટે પ્રોસેસર ઉપરાંત રેમની ક્ષમતા પણ કારણભૂત છે.

SHARE THIS
Previous Post
Next Post